કટોકટી સંપર્કો

જો કોઈ જોખમમાં હોય, તો 999 પર કૉલ કરો

આગ, એમ્બ્યુલન્સ, પોલીસ અથવા તટરક્ષક (coastguard): 999

જો તમે અંગ્રેજી ન બોલતા હો, તો 999 પર કૉલ કરો અને અંગ્રેજીમાં તમારી ભાષાનું નામ કહો, જેમ કે Gujarati. તેઓ દુભાષિયાની વ્યવસ્થા કરશે.

જો તમે સાંભળી કે બોલી શકતા ન હો, તો emergencySMS સાથે નોંધણી કર્યા પછી તમે 999 પર ટેક્સ્ટ મેસેજ મોકલી શકો છો: નોંધણી માટે 999 પર register લખીને મોકલો.

તમારી ઇમારતમાં કટોકટી સમારકામ

પાઇપ ફાટે, પાણી ભરાય, છતમાંથી ગંભીર રીતે પાણી ટપકે, દરવાજો બરાબર બંધ ન થાય, અથવા રાહ ન જોઈ શકાય એવી કોઈ પણ સમસ્યા માટે અમારી ઓફિસને ફોન કરો.

  • Glasgow 0141 221 2263 · Edinburgh 0131 546 4848 · Aberdeen 01224 469666
  • સોમવારથી શુક્રવાર, સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી, અમારી ટીમ કોન્ટ્રાક્ટર (કારીગર)ની વ્યવસ્થા કરશે.
  • આ સમય સિવાય, નોંધાયેલા માલિકોને સીધા અમારા કટોકટી કોન્ટ્રાક્ટરો સાથે જોડવામાં આવે છે. કૃપા કરીને તમારા ખાતામાં અમારી પાસે નોંધાયેલા નંબર પરથી જ કૉલ કરો.

જો તમને ગેસની ગંધ આવે, અથવા પાણી વીજળીના વાયર કે સાધનોની નજીક હોય, તો પહેલાં નીચે આપેલા નંબરો પર કૉલ કરો.

ઉપયોગી નંબરો

કટોકટીમાં આગ, એમ્બ્યુલન્સ અથવા પોલીસ999
ગેસ લીક અથવા ગેસની ગંધ
National Gas Emergency Service, કોઈ પણ સમયે. કોઈ સ્વિચ ન દબાવો કે આગ ન સળગાવો; બારીઓ ખોલો; ઇમારતમાંથી બહાર નીકળી જાઓ.
0800 111 999
વીજળી ગુલ
મફત, કોઈ પણ સમયે. તમને તમારા સ્થાનિક વીજળી નેટવર્ક ઓપરેટર સાથે જોડે છે.
105
પાણી: પાણી આવતું નથી, મુખ્ય પાઇપ ફાટી છે અથવા શેરીમાંથી પાણી ભરાય છે
Scottish Water, કોઈ પણ સમયે.
0800 0778 778
તમારા GP (ફેમિલી ડૉક્ટર) બંધ હોય ત્યારે તાત્કાલિક આરોગ્ય સલાહ
NHS 24, મફત, કોઈ પણ સમયે.
111
પોલીસ, જ્યારે કટોકટી ન હોય
Police Scotland.
101
Samaritans, કોઈ પણ સમયે, દિવસ હોય કે રાત
મફત, મુશ્કેલીમાં હોય તેવી કોઈ પણ વ્યક્તિ માટે.
116 123
Breathing Space, જો તમે ઉદાસ કે ચિંતિત અનુભવતા હો
મફત અને ગોપનીય, સાંજે અને સપ્તાહાંતે.
0800 83 85 87
Childline, બાળકો અને યુવાનો માટે
મફત, કોઈ પણ સમયે.
0800 1111
ઘરેલુ હિંસા
Scotland’s Domestic Abuse and Forced Marriage Helpline (સ્કોટલેન્ડની ઘરેલુ હિંસા અને બળજબરીથી લગ્ન હેલ્પલાઇન), મફત, કોઈ પણ સમયે.
0800 027 1234

આ વેબસાઇટ પર Cleo અને અમારી ટેલિફોન લાઇન પર Isla પણ જરૂર પડ્યે તમને આ નંબરો આપશે.